Shree Bidada Social Friends Group
Digital Bidada

 

About Us

બિદડા સોસિયલ ફ્રેંડ્સ ગ્રુપ ૨૯/૦૮/૨૦૧૪

"બિદડા" નામ કહેતાં જ જેમા ગર્વ મહેસૂસ થાય એવું કચ્છ ૫૨/૪૨  માં જેનુ નામ આંતર રાષ્ટ્રીય ખ્યાતી પામેલ છે, એવું માંડવી તાલુકામા આવેલ ગામ એટલે "બિદડા",  આપણા બિદડા ગામના ઉત્સાહી કાર્યકર અને જેઓ બિદડા ગામ ની સંસ્થામા પોતાની અમૂલ્ય સેવા આપેલ છે તેવા દિનેશભાઇ જિવરાજ ગોગરિ એ જમાના સાથે  અને આધુનિક ટેકનોલોજી નો ઉપયોગ કરીને સૌ ગામાઇ ભાઇ બહેનોને એક તાંતણે લાવવાનો વિચાર કર્યો અને તારીખ ૨૯ ઓગષ્ટ ૨૦૧૪ માં બિદડા ના સર્વ ે સામાજીક કાર્યકરોનું એક વ્હોટ્સ એપ ગ્રુપ શરૂ કર્યું અને બિદડા લેટેસ્ટ ટેકનોલોજી થી જોડાઇ ગયું. અને પછી તો તેમની સાથે ગામના નવ યુઅવાનો જોડાવવા લાગ્યા, શ્રિ શૈલેષભાઇ લક્ષ્મિચંદ મોતાએ તેમનું આ ટેકનોલોજી માટે અમુલ્ય ફાળો આપ્યો અને બિદડા ની વેબ સાઈટ અને અન્ય વિવિધ વ્હોટ્સેપ ગ્રુપ શરૂ થયા. જેમા ગામના સખિ દિલ દાતાશ્રી શૈલેશભાઇ મુલચંદ સાવલાએ આ કાર્ય કરવામાં પોતાનો અમુલ્ય આર્થીક ફાળો આપિ ને આ ગ્રુપ ને એક નવે દિશા માં સફળ થવા સહકાર આપ્યો.

પછીતો સૌ ગામાઇ ભાઇ બહેનો ને અનુકુળતા માટે વિવિધ વિસ્તાર માંથી એડમિન્સ લેવામાં આવ્યા, જેમાં દિપેશભાઇ ચંદ્રકાંત છેડા,  દિપેશભાઇ મણીલાલ સાવલા, હંસાબેન હરિશ મારૂ, મિતુલ દિનેશ ગોગરિ, રમેશ ધારશી છેડા  વગેરે સૌન ે લેવામાં આવ્યા. જેમ જેમ પ્રવૃર્તીઓએ વેગ લિધો તેમ તેમ અન્ય એડમિન્સ પણ જોડાયા જેમાં અતુલભાઇ શાંતીલાલ છેડા અને જય નવિન વોરા નો પણ સમાવેશ થયો.

હાલમાં આ ગ્રુપના વિવિધ વ્હોટ્સએપ ગ્રુપ એક્ટીવ છે જેમા- "બિદડા સોસિયલ ફ્રેંડ્સ ગ્રુપ", ભધડે જો વથાણ, ભધડે જો વડ, બિદડા હેલ્થ ટીપ્સ, બિદડા ગ્રેજ્યુએટ્સ ફોરમ વગેરે વગેરે. આ ગ્રુપ સાથે બી ટુ બી જેવું  બિદડાના વ્યવસાયિકો કે ગૃહ વસ્તુઓ બનાવનાર કે વહેંચનાર માટે "બિદડા બિઝનેસ માર્ટ" ખુબજ મદદરૂપ સાબિત  થયેલ છે.

આ ગ્રુપ ના માધ્યમ થી લગભગ સાડાત્રણ વર્ષથી "ભાંઢરૂ એં કે હથ" નવી યોજના શરૂ કરવામા આવી જેમા ૧૦૦/૧૦૦ દાતશ્રિઓનુ એક ગ્રુપ એવા ત્રણ ગ્રુપ બનાવવામા આવ્યા. જેમાં ગામના સખિ દિલ અને ઉદાર દાનેશ્વરી દાતાશ્ર્રી શ્રિમતી જયાબેન વિશનજી મારૂ અને શ્રિમતી પ્રભાબેન મનીલાલ મારૂ ના મોટા સહકાર થી આ ગ્રુપ સફળ થયા. અને ગામના નાના મોટા ઘણા દાતાઓ જોડાયા. બિદડા ગામના જરૂરિયાત મંદ પરિવારોને મેડીકલ [વૈધકીય] સહાય અને "શ્રિમતી જયાબેન વિશનજી મારૂ સ્વમાન આવાસ યોજના" મા લોન લેનાર ને આ ત્રણેય ગ્રુપના દાતશ્રિઓ તરફ્થી અનુદાન આપવામાં આવે છે.

આમ આ ગ્રુપ આજે બિદડા ગામના જરૂરિયાતમંદ પરિવારો, યુવાનો, વિધ્યાર્થીઓ, વ્યવસાયિકો તેમજ ગામના સર્વે ભાઇ બહેનો માટે ગામની અને સામાજીક વિગતો સૌને એક સાથે અને ઝડપી જોવાની માહીતી બિદડા ગામના વિવિધ ફરિયા માં વ્હોટ્સ એપ મારફ્તે અને વિવિધ ગ્રુપ મારફતે મળે છે. આજે આ ગ્રુપ બિદડા માટે એક ખુબજ ઇન્ફોર્મેટીવ અને સૌને મદદરૂપ થવા માટે એક અગત્ય નુ ગ્રુપ સાબિત થયેલ છે.  ગામની તમામ સંસ્થાઓ અને સંપ્રદાયો ની માહીતી આ ગ્રુપ ધ્વારા જ ઝડપી મળે છે. જે આ બિદડા ગામના સર્વે ભાઇઓ બહેનો અને યુવાનો ને જ આભારી છે.

"બિદડા સોસિયલ ફ્રેંડ્સ ગ્રુપ" ખરા હ્ર્દયથી સૌ બિદદાવાસીઓનો આભાર વ્યક્ત કરેછે.