બિદડા સોસિયલ ફ્રેંડ્સ ગ્રુપ
લૉક ડાઉન દરમ્યાન પણ થયેલ કાર્યો ની ઝાંખી..
૧. શ્રિ ક.વિ.ઓ. દેરાવાસી અને સ્થાનક્વાસી જૈન મહાજનો ધ્વારા શરૂ કરાયેલ સહાય
અને લૉન યોજનામા આપણા ગામના ઘણા પરિવારોને લાભ અપાવ્યો
૨. બિદડા ની અન્ય સંસ્થાઓ,અને આપણા ગામના છાયાબેન અજય દેઢિયા સાથે મળીને
સંસ્કૃત ના બેસિક કોર્સ ની નિઃશુલ્ક ઓન લાઇન સાત દિવસ નું માર્ગ દર્શન અપાવ્યું
૩. આપણા બિદડા ગામના જે કાર્યકર ભાઇ બહેનોએ કોવિડ માટે વિવિધ ક્ષેત્રે સેવા
આપિ તેમનુ સહુનું આપણા સર્વે વ્હોટ્સ એપ ગ્રુપ મારફતે અભિવાદન કરવામા આવ્યું
૪. એક પરિવારના કોવિડ-૧૯ માં પિતા પુત્ર બને નુ અવશાન થતાં તેમના પરિવાર ને
એક લાખ થી વધારાની સહાય બિદડા ના ત્રણ દાતા ગ્રુપ અને અન્ય દાતાઓ ના સહકાર થી
તેમને સહાય આપિ.
૫. એક પરિવાર ના સભ્ય ને બ્રેઇન હેમ્રેજ અને લક્વા ની અસર થતા હોસ્પિટાલ ના
ખર્ચ માટે ૨૫૦૦૦/રુ. ડોનર ગ્રુપ, ૨૫૦૦૦/- અન્ય આપ્ણા દાતાશ્ર્રિ અને ક.વિ.ઓ.
જૈન મહાજન માંથી રુપિયા એક લાખ ની સહાય મંજુર તાત્કાલિક અપાવિ
૬. જે. વાય. એફ. [જૈન યુથ ફોરમ] સંસ્થા સાથે મળી ને તથા બિદડા ગામના ડોનર્સ
ના સહકાર્ય થી જે પરિવારો ચાર મહિના કચ્છ માં રહ્યા તેમને દરેક ને એક વ્યક્તી
દિઠ દર મહિને ૨૨૦૦/-રુ. [૧૨૦૦ જે.વાય.એફ.+ ૧૦૦૦ બિ.સો.ફ્રે. ગ્રુપ=૨૨૦૦રુ. ]
ની સહાય આપવામા આવિ.
૭. એક પરિવારને આવાસ માટે આપણા ડોનર ગ્રુપ માંથી ૨૫૦૦૦/-રુ. ઉપરાંત પચાસ હજાર
રુપિયાની લોન શ્રિ ક.વિ.ઓ. સેવા સમાજ માંથી મંજુર કરાવી આપિ.
૮. નિયમિત આવતી મેડીકલ અને આવાસ ની અરજીઓ ને આપણા ડોનર્સ ગ્રુપ તરફ્થી દરેક
ને ૨૫૦૦૦/-રુ. + -અપાયા
૯. બિ.સો.ફે.ગ્રુપ ધ્વારા આ વર્ષે ડોનર "શ્રી હેઝલ ટુર્સ એન્ડ ટ્રેક્સ" ના
સૌજન્ય થી બિદડાવાસિઓ ના સર્વે પરિવારો નિ માહિતી, સગપણ સાંતરા, અને અન્ય
જરૂરી માહીતીઓ દર્શાવતી મોબાઇલ એપ શરુ કરવામા આવિ
૧૦. બિદડા ના સગપણ ઇચ્છુક ભાઇ બહેનો માટે અને તેમના પરિવાર વિષે માહિતી આપિ
શકે તેવા ગામના મોભી વ્યક્તીઓ ના નામો અને તેમનો સંપર્ક નંબર વગેરે માહિતી
તેમજ ઉમેદવારો ની માહીતી માટે એક વ્હોટ્સ એપ ગ્રુપ અને આ એપ પર તેની માહેતી
મૂકવામા આવેલ છે.
૧૧. જે.વાય.એફ. સંસ્થા ની "હેલ્થ કાર્ડ સ્કિમ" માટે તેમની સાથે મળીને અને
બિદડા સ્થાનિકે આપણા ગામના કાર્યકરો શ્રિમતી બિનાબેન ફુરિયા અને ભાઇશ્રી યતિન
પરેશ વોરા ના સહકાર થી સ્થાનિકે ક.વિ.ઓ. જૈન અને કચ્છી ગુર્જર જૈન પરિવારો ના
દરેક સભ્યો ના હેલ્થ કાર્ડ માટે ફોર્મ ભરવામા આવ્યા.વધુમાં વધુ પરિવારો આ
કાર્ડ નો લાભ લ્યે માટે ખુબ મહેનત કરી, દરેક સંપ્રદાયો માં જાણ કરી, સ્થાનિકે
બોર્ડ પણ લગાડવામાં આવ્યું. આ કાર્ય માટે બિનાબેન અને યતિનભાઇનો અને ભરતભાઇ
સંઘાર ખુબ ખુબ આભાર.
૧૨. મેડીકલ સહાય માટે આવતી અરજીઓમાં વધારા ની સહાય આપવા દરેક દાતા દિઠ એક
વર્ષે ૬૦,૦૦૦/-રુ. તેઓ આપશે અને જેમાંથી પાંચ પાંચ હજાર કરીને પચિસ હજાર
રુપિયાની વધારાની સહાય અમારી કમિટીએ મંજુર કરેલ અરજી ના પરિવાર કે વ્યક્તીની
હશે તેમને આપવામા આવશે. જેમાં આપણા ગામના ઘણા દાતાશ્ર્રિઓએ પોતાના નામો
લખાવેલ છે. તેમનો સહુનો ખુબ ખુબ આભાર.!
૧૩. "ભાંઢરૂએં કે હથ્ - હેલ્પ" યોજના જે ૧૦૦/૧૦૦ દાતાઓનું એક ગ્રુપ એવા ત્રણ
ગ્રુપમાં નામો લખાવવા અપિલ કરવામા આવિ જેમા ગામના નાના મોટા દાતાશ્ર્રિઓનો
ખુબ સારો પ્રતિસાદ મળ્યો. પરંતુ હજી આ યોજનામા થોડા નામો ખુટતા હોવાથી, સહુ
બિદડાવાસિઓને નામો લખાવવા નમ્ર અપિલ કરવામાં આવે છે.
૧૪. આપણા ગામ ની કોઇ પણ વ્યક્તીનુ નિધન થાય તો તેની માહીતી આપણા સર્વે
વ્હોટ્સ એપ ગ્રુપ તથા સર્વે ફરિયા ગ્રુપમાં પોસ્ટ કરવામાં આવે છે. જેમા સહુ
સભ્યો વ્હોટ્સ એપ ગ્રુપ માં જે તે પરિવારોને આશ્વાસન આપી તેમના દુઃખ માં
સહભાગી થાય છે.
૧૫. આપણા સમાજ ની ખબર પત્રિકા દરરોજ દરેક ગ્રુપ માં પોસ્ટ કરવામાં આવે છે. અને
આપણી સામાજિક સંસ્થાઓની જે કોઇ ઉપયોગી માહીતી હોય છે, જેવીકે સિક્ષણ, મેડીકલ,
આર્થીક સહાય વગેરે ની જે તે સંસ્થાઓની જાહેરાતો આપણા આ ગ્રુપમાં પોસ્ટ કરવામાં
આવે છે.
૧૬. આપણા અલગ અલગ વ્હોટ્સએપ ગ્રુપમાં જે ગામાઇ સભ્યો જોડાયેલ છે તેઓ પણ કોરોના
ની જાગૃતી અને અન્ય ખુબજ સુંદર અને ઉપયોગી માહીતીઓ પોસ્ટ કરતા હોય છે, જેથી
સભ્યોને હમેશા વિવિધ માહીતિઓ ઉપલબ્ધ થાય છે.
૧૭. સમય ની માંગ ને જોઇને તે પ્રમાણે પ્રવૃર્તીઓ શરુ કરવામા હમેશા બિદડા
અગ્રસ્થાને રહ્યું છે. કોરોનામાં ભણતર, સર્વે કામકાજ, બેંકીંગ, સંસ્થાઓમા
અરજીઓ, વગેરે સર્વે ઓન લાઇન અને મોબાઇલ નો વધારેમાં વધારે ઉપયોગ થતો હોવાથી
બિ.સો.ફ્રે. ગ્રુપ ધ્વારા સતત એક મહિનો વ્હોટ્સ એપ જ્ઞાન ની સુંદર માહીતીઓ
ઇમેજ સાથે આપવામા આવી. જેની પ્રેરણા અન્ય ગામવાસિઓ અને ઘણા વિવિધ ગ્રુપ્સ આપણી
આ પ્રવૃર્તીઓની સરાહન કરી. અને તેમને પણ આપણી માહેતીઓ તેમના ગ્રુપમાં આગળ
ફોર્વર્ડ કરી તેમનાસ અભ્યો ને આ જ્ઞાન ગંગા વહેવડાવી.
બિ.સો.ફ્રે.ગ્રુપ ધ્વારા વિવિધ વ્હોટ્સ એપ ગ્રુપ છે, જેમાં કોઇ પણ બે ગ્રુપ
મા આપણા ગામાઇ ભાઇ બહેનો જોડાઇ શકે છે. ૧]. "બિદડા સોસિયલ ફ્રેંડ્સ ગ્રુપ" [બિદડાના
સર્વે સામાજીક કાર્યકરો અને દાતાશ્રીઓનુ આ ગ્રુપ છે.] ૨]. "ભધડેજો વથાણ" -આ
ગ્રુપ માં સામાન્ય માહીતીઓ આપવામા આવે છે. આ ગ્રુપ ફુલ હોવાથી, ૩]. "ભધડે જો
વડ" ગ્રુપ શરૂ કરવામા આવેલ છે. ૪]. "બિદડા હેલ્થ ટીપ્સ" - આ ગ્રુપ માં
તંદુરસ્તી તેમજ વાનગીઓ વગેરે નીપોસ્ટ કરવામાં આવે છે. ૫]. "બિદડા બિઝનેસ
માર્ટ" આ ગ્રુપ માં આપણા ગામના જે ભાઇ બહેનો ગૃહ ઉદ્યોગ કે અન્ય વ્યાપાર કરે
છે તેઓ પોતાની જાહેરાતો પોસ્ટ કરેછે. અને અરસ પરસ એક બિજાને સહાયરૂપ થાય છે.
૬]. "બિદડા ગ્રેજ્યુએટ ફોરમ" આ ગ્રુપ માં આપણા ગામના સિક્ષિત ભાઇ બહેનો જેઓ
પોતાનો અનુભવ અન્ય વિધ્યાર્થીઓને ઉપયોગી થાય તેવી પોસ્ટ અને સમાજ ની કે સરકારી
સંસ્થાઓની સિક્ષણ ને લગતી માહીતીઓ પોસ્ટ કરે છે. આ સિવાય આપણા ગામના એક
સનિષ્ઠ કાર્યકર શ્રી જયંતભાઇ છેડા -વિરાર થી એક ગ્રુપ ચલાવે છે "ભધડે જો
ભોમિયો" અને તેમાં પણ સભ્યો ખુબ સુંદર માહીતીઓ આપતા હોય છે. આ સિવાય દરેક
એરિયા વાઇસ, માતાજી ના, ફરીયાના, દરેક સંપ્રદાયોના કે અન્ય ગામાઇઓના વિવિધ
વ્હોટ્સેપ ગ્રુપ્સ ચાલે છે. આમ બિદડા આજની આધુનિક ટેકનોલોજી નો ખુબજ સદુપયોગ
કરી રહેલ છે. જે આપ સહુ બિદડાવાસીઓ ને આભારી છે.
આ બધું જો શક્ય બન્યું હોય તો આનો સંપૂર્ણ યશ આપણા ગામના સર્વે ભાઇ બહેનો,
દાતાશ્રીઓ અને બિદડા ગામની સર્વે સંસ્થાઓને ફાળે જાય છે. આપ સહુનો ભવિષ્યમાં
પણ આવોજ સાથ સહકાર મળી રહેશે એવી અભ્યર્થના
|