જય જિનેન્દ્ર 
હું ખુશી રાજેશ નાનજી દેઢિયા
બિદડા, દખ્ખણો‌ ફરિયો ,હાલે વિરાર,
મોંઘી બાઈ નાનજી ભુલા દેઢિયા ની પૌત્રી, દમયંતી રાજેશ નાનજી દેઢિયા ની સુપુત્રી, હું આજે આપ સહુ બિદડાવાસીઓને,એક નમ્ર વિનંતી કરી રહી છું.
પ્રથમ ચરણ નાં લોક ડાઉન માં મારા પપ્પા અચાનક તા. 21/04/2020 ના  હાર્ટ એટેકથીઅવશાન પામ્યા,અને છેલ્લા બે વર્ષથી મારા મમ્મી કેન્સર ની બિમારી થી પીડાતા હતા, અને  અમારી બધી બચત કરેલી રકમ એમની ટ્રીટમેંટ માં વપરાઈ ગઈ, અને મારા મમ્મી ટ્રીટમેંટ માટે આપણા ગામ ની "બિદડા સોશ્યલ ફ્રેન્ડ ગ્રુપ" સંસ્થા દ્વારા મદદ મળી હતી,અને હવે મારા મમ્મી નું પણ મૃત્યુ હાલમાં એટલ કે તા.18/02/2021ના થઈ ગયું છે. દસ મહિના ના ટુંકા સમયમાં અમારા મમ્મી પપ્પા નું અવસાન થતા અમે બંને ભાઈ બહેન એકલા થઈ ગયા છીએ, ઘર અમારું જ છે પણ હવે લાઈટ બીલ, સોસાયટી મેંન્ટેઇનન્સ, તેમજ બીજા અન્ય નાના મોટા ખર્ચ માટે અમને આર્થિક સહાય ની જરૂર છે.

અમારા કુટુંબીજનો હાલમાં અમને મદદ કરી રહ્યા છે પણ એ બધા પણ સાધારણ પરિસ્થિતિ વાળા છે, અને લોક ડાઉન નાં કારણે તેઓ પણ આર્થિક ભીંસ માં રહેતા હોય છે, હું અને મારો ભાઈ અભ્યાસ કરી રહયા છીએ, હું બી,કોમ. ફર્સ્ટ ઇયર માં છું અને માંરો ભાઈ બારમાં ધોરણ માં ભણે છે, મમ્મી પપ્પા હતાં ત્યાર ે તેમણે અમને બહાર નીકળવા આપ્યું ન હતું, એટલે અમે બંને ભાઈ બહેન મુંજાઈ ગયા છીએ, ભણતર સાથે પાર્ટ ટાઇમ કામ કરવા માટે તૈયાર છીએ પણ આ લોક ડાઉન નાં કારણે એ પણ હમણાં શક્ય નથી,અને બહાર બહુ  નીકળ્યા પણ નથી, અમારી આપ સૌ ને એટલી જ વિનંતી છે કે ફક્ત બે વર્ષ સુધી મદદ જોઇએ છે. ત્યાં સુધી અમારું ભણતર એટલે કે બી,કોમ પુરૂં થઈ જશે,અને હાલ નાં  વાતાવરણ માં પણ સુધારો થઈ જશે,અને અમને ક્યાંક જોબ મળી જશે, હાલમાં અમને ફક્ત દર મહિનાના ખર્ચ માં થોડી ઘણી મદદ અંદાઝે માસિક ત્રણ હજાર રુપિયા જેટલી મળી જાય એવું અમે ઈચ્છીએ છીએ. અમને આશા છે કે બિદડાવાસિઓ અમારી આ નમ્ર અપિલ ને ધ્યાન મા રાખીને, "બિદડા સોસિયલ ફ્રેંડ્સ ગ્રુપ" મારફ્તે અમોને ચોકસ શાય કરશે. આભાર !

*બિદડા સોસિયલ ફ્રેંડ્સ ગ્રુપ*
*મિત્રો,.... ઉપરોક્ત અરજીને ધ્યાનમા રાખીને આપણા બિદડા ગામવાસિઓને આ બાળકો ને, સહાય કરવા વિનંતી કરીયે છિયે..!  જે કોઇ દાતાશ્રીઓને આ બાળકોન ે સહાય કરવા ની ઇચ્છા હોય તો તેઓ દર મહિનાના પાંચસો કે એક હજાર રુપિયા લેખે બે વર્ષ ની રકમ એક સાથે અમોને જમા કરાવિ શકે અને અમો દર મહિને તેમને ત્રણ હજાર રુપિયા તેમના બેંક ખાતામાં જમા કરાવી દઈશું. તેમજ દાતાશ્રી પોતે પણ જો ડાયરેક્ટ તેમને સહાય કરવા માંગતા હોય તો, તેઓ પણ કરી શકે છે. ફક્ત  અમોને જાણ કરશો કે આપ ડાયરેક્ટ કેટલી રકમ દર મહિને જમા કરાવશો ? તો તે  પ્રમાણે અમો અન્ય દાતાઓ સાથે વાત કરી શકિયે. આશા છે કે આપ સહુ આપની હમેશ   મુજબ આ અરજી ને પણ સ્વિકારી લેશો અને બિદડાના એક માત્-પિતા વિનાના આ  બાળકોને સહાય કરી એક પરિવાર ને ઉભુ કરવામાં સહાયભુત થાશો. આભાર સર્વે ગામવાસીઓનો.!*