Shree Bidada Social Friends Group
Digital Bidada

 

Important Person of BIDADA

 

બિદડા ની વ્યક્તી વિષેશ

શ્રી કરછી વિશા ઓશવાળ જ્ઞાતિના
" સર્વ પ્રથમ કરછી મહિલા પાયલટ"
જેમ જેમ ઈતિહાસ ના પાના ફેરવતા જઈએ જઈએ છીએ તેમ તેમ ઐતિહાસિક માહિતી ઓ મળતી રહેછે આજે યાદ કરીશું ભુલાઈ ગયેલ એક ઐતિહાસિક પ્રસંગ.ગામ કરછ બિદડા ના માતુશ્રી રૂક્ષ્મણીબેન શાંતિલાલભાઈ શામજી વીરા ની દિકરી સંધ્યા બેન જે સતત સંઘર્ષ કરી ને શ્રી કવિઓ.જ્ઞાતી માંથી પ્રથમ પાયલટ પદે પહોંચનાર સંધ્યાબેન વિરા. જે "નારી શક્તિ નું ગોરવ અને કવિઓજ્ઞાતિનું ગૌરવ


સંધ્યા બેન ને ઈ.સ.૧૯૯૦/૯૧ માં પાયલટ નું લાયસન્સ મળ્યું અને ઈ.સ.૧૯૯૬ માં ઈન્ડિયન એરલાઇન્સ માં પ્રથમ વિમાની ઉડન કર્યું.મુબંઈ થી કોચીનની પોણા બે કલાકની સફળ વિમાની ફેરી કરી.૧૮૦ પ્રવાસી ની ક્ષમતા વાળા કલાકના ૮૬૫ કિ.મી.ની ગતીએથી ઉડતું વિમાન ૭૫હજાર કિલો વજન ધરાવતા૩૯ હજાર ફૂટ ની ઉચાઈએ થી ઉડતું વિમાન વાદળોના ધુમ્મસ વચ્ચેથી વિમાન પસાર થાય ત્યારે ક્યાંક ક્યાંક ધરતી ના દર્શન થાય. વિમાનનું અવકાશી ચઢાણ અને તેજ રીતે ભુમી પર ઉતરાણ એ બંને પ્રક્રિયા અતિશય સંવેદનશીલ હોય છે.સંધ્યા બેન ઈ.સ.૧૯૮૬ માં ઈન્ડિયન એરલાઇન્સ માં એરહોસટેસ તરીકે સેવા આપતા હતા.પણ માતાની સતત ઈરછા કે પુરૂષો ની જેમ સ્ત્રી પણ વિમાન ઉડાડી શક એમના પિતાજી શ્રી પાસું આણંદ ની પેઢીમાં કામ કરતા હતા.પરિસ્થતી નાજુક હોવાથી એમના માતુશ્રી સાડીઓ નું હોલસેલ માં વેચાણ કરતા હતા ચાર દિકરીઓ ને એક પુત્ર ને ભણાવ્યા. સમાજના સાથ સહકાર થી સંધ્યા ને અમેરિકા પાયલટ ની ટ્રેનીંગ માટે મોકલેલ અને ૧૯૯૦મા ટેક્સાસ શહેરમાં છ મહિના વિમાની પાયલટ અભ્યાસક્રમ માં ઉત્તીર્ણ થઈ પોતે પ્રાપ્ત કરેલ વિમાન ચાલક પદનો પરવાનો ભારતમાં સ્વીકૃત કરાવ્યો

"કઠોડ કાળજે જીવ હથેડીમા લઈ અવકાશી ઉડાનો ખેડતી નારી"
"સંદયા વીરા"
શ્રી કરછી જૈન સમાજ માંથી પ્રથમ મહિલા વિમાની પાયલટ નું માન સંધ્યા વિરાને મળેલ છે. જે સમાજ માટે ગૌરવ કહેવાય.
જ્યારે કરછ ના પ્રથમ મહિલા વિમાની પાયલટ નું માન ચંદા બુદ્ધ ભટ્ટિન  મળેલ છે. વનિતા ડો.અતુલ (મુદ્રા) ને ભારત સરકાર તરફથી ૨૦૦૮ માં પાયલટ લાયસન્સ મળેલ.જયારે પુજા રમેશભાઈ આહિર ભુજને મહિલા વિમાની પાયલટ નું લાયસન્સ અમેરિકા માં ૨૦૦૮ ના અંત માં. અને ભારત સરકાર નું પાયલટ લાયસન્સ ૨૦૧૦ માં મળેલ. આ ચારે કરછી મહિલા પાયલટો જે સમગ્ર કરછનુ નું નામ રોશન કર્યું છે એમને
"કરછીયત સલામી"

શ્રી કવિઓ લેડી ગ્રેજ્યુએટસ એસોસિયેશન તરફથી મહાવીર દર્શન કાર્યક્રમમાં એસોસિયેશન ના પ્રમુખ શ્રીમતી જયંવતીબેન જાદવજી શાહ,શ્રી દા મજીભાઈ એકંરવાલા અને દિપચંદ ગાડૅની ઉપસ્થિતિમાં સંધ્યાબેન નું બહુમાન થયેલ જે ગૌરવની વાત કહેવાય


નારી શક્તિ ને અભિનંદન
સાથે સાથે શ્રી દિનેશભાઈ ગોગરી બિદડા જેમણે પ્રથમ પાયલટ ના નામનું સુચન કરેલ એમનું પણ્ આભાર

"કરછડો બારેમાસ"
ગ્રુપ દ્વારા પ્રકાશિત

 

 

 

 

 

 

 

.